સંબંધ છે આ દોસ્તી નો :
__________________
સોરી, થેંક યુ કહી ને, સંબંધ ને નાનો નથી કરતો,
બે ગાળ આપી ને નિભાવું છું સંબંધ હું દોસ્તી નો.
પાણીમાં પણ દીપ પ્રગટાવી શકે,પ્રકાશ જેનો સદા વહેતો રહે, એ છે સંબંધ દોસ્તી નો,
માટી માં પણ રમાડી ને હ્રુદય ને સદા ભીંજવી શકે, એ છે સંબંધ આ દોસ્તી નો.
માથું ઝુકાવી ને રડી શકે,અડધી રાત્રે ઉંઘ માંથી જગાડી હરખ એનો કરી શકે,
હ્રુદય ચોરી ને હક એનો બતાવી શકે, એ છે સંબંધ આ દોસ્તીનો.
હજારો દોષો હશે મુજમાં, ભલે એ ગાળો દઈ દેતો,
નથી ગણાવવા શુભ ભાવ મારા, સંબંધ છે આ દોસ્તીનો.
ઘણા ઉપકાર હશે મુજ પર, છતાં ચરણ એના નથી ધોતો,
નથી પુજવો ભગવાન બનાવીને, ભલો છે આ સંબંધ દોસ્તીનો.