સાથ...
આમ જોવા જઈએ તો મેં મારા જીવનમાં રહેલા, જીવનમાં આવેલા અણમોલ પાત્રો ને પણ પૂરતો સાથ આપ્યો નથી. ક્યારેક તો વિકટ સ્થિતિમાં પણ એકલા મૂક્યા છે. એ હું માનું છું અને એ પાત્રો પણ અવારનવાર મને અહેસાસ કરાવે છે કે હું ક્યાં ખોટો કે ઓછો પડ્યો. એવું નથી કે મને નીચું દેખાડવા આવું કહેવામાં આવે છે પરંતુ એ લોકોએ મારા વ્યક્તિત્વ ઘડતરમાં ખુબ ઊંડો ભાગ ભજવ્યો છે અને કદાચ નેમ લઈને બેઠા છે કે આને તો પરફેક્ટ બનાવવો છે. એટલે ગમેતેવી વિકટ સ્થિતિમાં મે એમનો સાથ થોડા સમય માટે છોડ્યો હોય કે અવોઇડ કર્યા હોય પણ એ તો હંમેશા જ્યારે પણ આવું સાથ આપવા તત્પર જ હોય. એટલે માત્ર મારે એટલુજ કહેવું છે કે કોઈપણ વ્યક્તિમાં સુધારાને અવકાશ હોય અને એ મારામાં પણ છે. પ્રયત્ન કરતા રહો... ☺️
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...