આવ્યો છે દિન નવો, બનીને વર્ષનો પહેલો દિન.
કંઈ કેટલીયે આશાઓ છે સૌને આજે,
જશે સૌનાં દુઃખ ક્યાંક સૌથી દૂર.
આવકારો આ દિનને છે એ ખાસ.
વર્ષનો છે પહેલો દિવસ, અને
થાય છે આ એકવીસમી સદી યુવાન.
બેઠું છે સદીને વર્ષ એક્વીસમું.
પ્રાર્થના કરો સૌ મળીને લાગે નહીં નજર
આ એકવીસમા વર્ષને, થાય સૌનાં સારા વાના.
રહે સૌ હળીમળીને, આવે દુશ્મનીનો અંત.
આવકારો આ વર્ષને લઈ નવા સંકલ્પ.
HAPPY NEW YEAR
- સ્નેહલ જાની