હતું વહમું વર્ષ વીસમું,
તે વિતતું ગયું,
પોતાનું અતિત બનાવતું ગયું,
હતું આકરું વર્ષ વીસમું તે વિતી ગયું;
કુદરતના પ્રકોપની સાથે ઝઝુમતુ રહ્યું,
માનવતાની લાગણી જગાવતું ગયું,
આજ મથામણ વચ્ચે ભગવાનના ઘણા રૂપો બતાવતું ગયું,
હતું આકરું વર્ષ વીસમું તે વિતી ગયું;
ન ચાલ્યું ધારેલું માનવીઓનું,
ઘણા મૃત્યુને તે વહમું કરી લેતું ગયું,
નાત-જાત ન જોઈને તેનો પ્રકોપ વરસાવતું રહ્યુ,
સમગ પૃથ્વીને કનગરતુ રહ્યું,
હતું આકરું વર્ષ વીસમું તે વિતી ગયું;
વિતીને વર્ષ એકવીસમું બતાવી ગયું,
ભણે જયુ આશાઓને એકવીસમા વર્ષમાં જગાવતું ગયું,
ઘણી યાદો અને ઈતિહાસને યાદગાર કરતું રહ્યું,
હતું આકરું વર્ષ વીસમું તે વિતી ગયું;
કોરોનાના નામે વર્ષ વિસમું થઈ ગયું,
વર્ષ વીસમું વિતતું ગયું,વિતતું ગયું અને વિતતું ગયું!
-જયરાજસિંહ ચાવડા