સૂરજ હરખઘેલો બન્યો
જૂના વર્ષને વિદાય આપવા
નવા વર્ષના વધામણા કરવા
કિરણાવલીના રંગો ફેલાયા ચોતરફ
ઓસબિંદુ ઝળહળી ઉઠ્યા
જાણે વાચા આવીને શબ્દો ફૂટ્યા
આજ વિદાય આપજે કડવી યાદોને
દિલથી ક્ષમા કરજે દુઃખ આપનારને
જોને મને હરરોજ ભાનુ આવીને પિગાળી જાય છે.
તોયે નીત પ્રભાતે ઝળકું છું.
ખુશીઓના ગીત ગાઉં છું.
પીનાપટેલ"પિન્કી"
-Pinky Patel