આપણી ઉદાસી આપણે જાતે દૂર કરી શકીએ એવી વ્યવસ્થા હાથવગી જ હોય છે.આપણા દરેકના ફોનમાં એવું પ્લેલિસ્ટ હશે જે આપણને ખુશ કરી શકે.આપણે ઉદાસ કેમ છીએ એનું કારણ ખબર હોવી જોઈએ. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણી ગમતી વ્યક્તિ ન હોય તો એમના વગર આપણે તે ઉદાસીને અજાણતા સ્વીકારી લઈએ છીએ અને તે વ્યક્તિના પ્રેમની એટલી આદત થઇ જાય કે તેની સાથે ઉદાસીની પણ આદત લાગી જાય છે અને પછી એવું બને છે કે તેમના વગરની આ ઉદાસીથી પ્રેમ થઈ જાય છે!