આ ચિઠ્ઠી તને પોંહચી શકતી હોત માઁ તો કેટલું સારુ હતું
માઁ તારુ ન હોવું મને કેટલી પીડા આપે છે કેવી રીતે કહુ?? તું ગઈ અને જાણે ખુશીઓ નો ખજાનો ગયો. તારા ગયા પછી આંખોમાંથી આંસુ નથી વહેતા પણ હ્રદયના એક ખૂણામાં કંઈક અજીબ પીડા થાય છે જેને ના તો વ્યક્ત કરી શકાય છે કેના સહન . તને તો ખબર જ હતી ને માઁ બધા જ સંબંધોથી મન ઊઠેલુ હતું . મારા માટે એ જાણે નામ માત્રના હતા પણ તુ તો મારુ તુ મારુ હ્રદય હતી માંઁ. ઘવાયેલી લાગણીઓનો મલમ હતી તું. મનને હળવુ કરવાનુ સરનામું હતી તું. બધા સંબંધોથી હારી ગઈ હતી ત્યારે સુખદ વિસામો હતી તું. મારો આત્મવિશ્વાસ ડગી જતો ત્યારે ફરી આત્મવિશ્વાસ આપનાર હતી તું.મારી દરેક વાતને સાંભળનાર હતી તુ. મારી દરેક પીડાની દવા હતી તું.ફક્ત દુખની વાતો જ નહીં નાની ખુશીઓ વહેચવનુ સરનામું હતી તું. તારો ખોળો મને બધું જ ભુલી મીઠી નીંદર આપતો માંઁ. તારો હૂંફથી ભર્યો સ્પર્શ કરી કહેતી હું છું ને જે મને બધું જ ભૂલાવી દેતો માઁ અને હિંમત આપતો માઁ. એ સ્પર્શ, લાગણીઓ, વિશ્વાસ, હિંમત ક્યાથી લાવીશ તારા સાથે બધું જ જતું રહ્યું માઁ બધું જ રહી ગયા મારી પાસે ફક્ત સ્વાર્થી સંબંધો.જે મને કમજોર બનાવે છે. આ સ્વાર્થી સંબંધોની વચ્ચે એકલી મુકી કેમ જતી રહી માઁ... Neha