શોધું છું હું એનું પ્રતિરૂપ;
મળે કોઇ એના અનુરૂપ;
અપ્સરાથી પણ જેનું હતું,
ઘણું ખૂબસૂરત હસીં રૂપ;
જાણે ચાંદ ની શીતળતા,
ને શિયાળાના સુર્યની ધુપ;
જેમ ખીલે વસંત બાગમાં,
એમ ખીલતું એનું સ્વરૂપ;
મળતી નજર નજરથી તો,
લજામણી જેમ જાતી છુપ;
અહલાદક નજરે જ એને,
જોતો રહેતો'તો હું ગુપચૂપ;