મને પસંદ છે બસ તારી સાદગી;
મારા જીવનમાં ભરે છે તાજગી;
મારા દિલ માં વસવા માટે તારે,
જરૂરી નથી કોઇ જ પરવાનગી;
તું જ તો છો મારી જિંદગી ને,
તું જ છો મારા ખુદાની બંદગી;
પડે કોઇ તકલીફ મારાથી તો,
તું ન રાખજે કોઇ વાત ખાનગી;
જીવનમાં આવે કોઇ તકલીફ,
પલમાં જ એની કરીશું રવાનગી;
સાથ મળી આપણે આરોગીશું,
જીવન નામની મધુરી વાનગી;