"છેતરે છે સૌ"
જગત એક રંગભૂમિ છે ને રંગોની મિલાવટ છે,
બધાનું છે જીવન નાટક ને બધાય માનવી નટ છે,
અહીં દેખાય છે દ્રશ્ય એ જુઠી જમાવટ છે,
અને બને છે જે બનાવો એ બધી બનાવટ છે,
હકીકતમાં જુઓ "મિત્ર" ભૂમિકા નકલી કરે છે સૌ,
બીજાને તો શું ખુદની જાતને પણ છેતરે છે સૌ.
✍️મનિષ કુમાર "મિત્ર"🙏