🌼 *કબીરવાણી* 🌼
આપ ભુલાવઇ આપ મેં
આપ ન ચિન્હે આપ
ઔર હોય તો પાઈયે
યહ તો આપ હી આપ
ભાવાર્થ આત્મતત્વ નિજતત્ત્વ એ સ્વત: સિદ્ધાંત રૂપ છે તેથી તે જે જે કલ્પના કરે અગર સિદ્ધાંત કરે તે સર્વ કાલ્પનિક છે,એટલે કે તેવા સિદ્ધાંત ને દ્રઢઆવ્યો નથી.કાલ્પનિક ને માનવાનો તેમણે આદેશ જ કરેલો છે.જનતા સમક્ષ માનવધર્મનું વાસ્તવિક રહસ્ય સમજાવ્યું માનવજીવન ની ઉપયોગીતા.મનુષ્યનું કર્તવ્ય અને શા માટે તેણે મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે તેનું યથાર્થ જ્ઞાન લોકો ને આપ્યું મનુષ્ય પોતાના આ જન્મનો વધારેમાં વધારે કેટલો સદુપયોગ કરી શકે ? કેવી રીતે કરી શકે ? અને ક્યાં આદર્શ ને પ્રાપ્ત કરી શકે ? તે તેમણે સ્પષ્ટ વચનોમાં દર્શાવ્યું
જનતાને તેમણે કહ્યું કે મારો આદેશ તમે એકદમ અંધશ્રદ્ધાથી માની ન લેશો તેની ઉપર તમે સંપૂર્ણ વિચાર કરો
જબ લગ દેખે ન અપની નયના
તબ લગ ન માનો ઔરકી બૈના
📙 કબીરસાહેબ જીવન ચરિત્ર
✍🏻 મગનલાલ તુલસીદાસ મહેતા
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻