નાનકડી વાર્તા (બગીચો)
બહું યાદ આવે છે તે અમારા ઘરની નજીકનો બગીચો જયાં આસપાસ સુંદર મજાનાં રંગબેરંગી ફૂલો જોવા મળતા,પક્ષીઓ નો કલરવ, જયાં લીલું ઘાસ અનેરી ઠંડક આપતું,
આવતા-જતા લોકો કયાંક બાળકોનો રમવાનો અવાજ, તો કયાંક પ્રેમી યુગલોની મધુર વાતચીત, કયાંક સીનીયર સીટીઝનની સમજણ ભરી વાતો ,જાણે આપણા દોડભાગ કરતા જીવનમાં
થોડોઘણો વિસામો.
તે બગીચામાં એક મારી મન પસંદ બેઠક હતી બરાબર બગીચાના
ગેટ ની સામે અને બેઠકની પાછળના ભાગમાં નાનકડું તળાવ જેની શીતળતામાં હું રોજ બેસીને આખાં દિવસ નો થાક ઉતારતી ,અને મારાં વાંચન અને લેખનના શોખ ને અમલમાં મુકવા હું કલ્પનાઓની દુનિયામાં સફર કરી ને પાછી આવતી,
રાત્રે નવથી દસ બગીચામાં જવાનું એ મારો રોજ નો નિયમ કયારેક તો દસ કરતા વધુ સમય પણ નીકળી જાય તેની એ ખબર ન પડે, પછી અચાનક એક દિવસ લોકડાઉન થઈ ગયું અને બગીચા બંધ થઇ ગયા, બધી સખી સહેલીઓ વિખૂટી પડી ગઈ સાથે રહીં ગઈ તો ફક્ત સુંદર યાદો, હવે બગીચા રોજ ખોલવામાં આવે છે પણ નિયમ પ્રમાણે, શું ખબર હવે ક્યારે પહેલાં જેવી છૂટ મળશે અને શાંતિ પૂર્ણ જીવન થશે,પણ જે થશે એ સારુ જ થશે એ આશ સાથે રોજ નવી સવાર પડે છે...
#shabdbhavna