Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ એક હક મારી પાસે થોડો હોય,
આંખો બંધ અને તારો ખોળો હોય.

ચહેરા પર ચહેરા ઓઢી છો ઊભા,
હો એક ચહેરો એવો જે ભોળો હોય.

પંખી, સૂરજ, ચાંદાને લખવા કાજ.
એટલી શરત કે કાગળ કોરો હોય.

એ રીતે ઈચ્છા રાખે એ મારી,
જાણે પવિત્ર રમજાની રોજો હોય.

સમડીને પણ હંફાવે છે ચકલી,
ઇરાદો‌ ઊડવાનો જો મોટો હોય.

તમને જોઈને જાણ્યું કે શું કામ,
દર્પણને પણ સજવાનો મોકો હોય.

લૈલા મજનું, હીર રાંજા કરતા પણ
કરવો છે પ્રણય સદા જે નોખો હોય.

શબ્દોને જીવિત કરવા માટે ફક્ત,
હાથમા કલમ ને તારો ફોટો હોય.

☞દિલીપ ચાવડા 'દિલુ'‌

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111634836
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now