Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાવ અમારી જાત અલગ છે.
મનની નોખી ભાત અલગ છે.

કેમ બચાવું આશિક દિલને ?
નજરે નજરે ઘાત અલગ છે.

વાત ન જાણે એ વૈરાગી,
ચાંદે ચાંદે રાત અલગ છે.

ફક્ત નથી એ રીત-રિવાજો.
ફેરા સાતે સાત અલગ છે.

યુગયુગથી છે એજ કથાનક,
સાર પકડ બસ, વાત અલગ છે.

હેરત ભર્યા માનવ મનની
સમજો તો સૌગાત અલગ છે.
-શર્મિષ્ઠા.

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111633997
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now