જોયાં છે !
ઝાકળનાં ટીપાંની વચ્ચે, મેં તો તમને જોયાં છે,
ને પછી શાન ભાન, મેં તો સઘળાં ખોયાં છે,
ભમરો ઊડે અહીં તહીં, એ પુષ્પો પાછળ પાગલ,
પમરાટ લઈને પવન ભાગે ,એની આગળ આગળ.
ખુલ્લી આંખે , સપનામાં મેં તો આંસુ લોયાં છે.
ને પછી શાન ભાન , મેં તો સઘળાં ખોયાં છે.
વરણાગી થઈ આ મોસમ જોને , પૂરબહારે છલકે,
આપણે મળીયે જ્યાં, એ બગીચો જોને કેવો મલકે.
ને તસતસતા ચુંબનમાં, મેં તો હોઠો ધોયાં છે.
ને પછી શાન ભાન, મેં તો સઘળાં ખોયાં છે.
નભમાં ટમટમતા તારાઓ , દિશા બતાવે સાચી,
આજકાલનું લેણું નહીં આપણું, લેણું છે બારમાસી.
ખુલ્લા લહેરાતા કેશોમાં, મેં તો ઓરતાં ઘોળ્યાં છે,
ને પછી શાન ભાન, મેં તો સઘળાં ખોયાં છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'