એકલો અટુલો હું - દુ:ખી,
કોઇનો સંગાથ નહિ
જ્યાં ત્યાં
સુખ ને શોધવા ફાંફાં મારું
કોઈ નજીકના ય પૂછે નહિ,
પછી
દૂરના ની ય શું વાત કરવી ?
એ જ દુ :ખ, એ જ નિરાશા,
ફરી પાછો આંખો માંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગે,
સુખની આશા છોડી દીધી,
રોજનું આ જ ચિત્ર મંદિરની બાજુમાં આવેલો
બૂઢો વડ ટગર ટગર મૂંગે મોઢે જોયા કરે
કશું બોલે નહિ
એક દિવસ વડ પાસે બેઠો હતો
ત્યારે તેને તક જોઈને
એક પાન મારી પાસે ફેંક્યુ
એ પાન પર મારી નજર પડી
તેમાં તેને લખ્યું હતું
નિરાશ ના થઇશ, નિરાશ થવાનું છોડી દે !
અમે વર્ષો સુધી ટાઢ, તડકો અને વરસાદ ને સહીએ
છતાં
મસ્ત વાયરા સંગે ઝુમીને ગીતો ગાય છીએ
આંસુ સારવાનું છોડી દે
તારા હૈયામાં
બે મિત્રો સૂતા છે
તેને હળવેકથી જગાડ !
એ
બે મિત્રના નામ છે
હિંમત અને આનંદ
પછી
તું પણ જલરૂપ
ગીતો ગાવા લાગીશ
એમ કહી
પોતાની મસ્તીમાં એ
બૂઢો વડ વાયરાની સંગાથે
ગીતો ગાવા લાગ્યો અને ઝુમવા લાગ્યો.