*સાવ અમારી જાત અલગ છે*
કારણ એક બે ઘાત અલગ છે.
ઈચ્છું હું ય નજર માંડું ,પણ-
નમ નજરોની વાત અલગ છે.
રાતો લાગે છે ઘાતક , જ્યાં-
ઘરચોળાની ભાત અલગ છે.
કેદ કર્યો કાયા માહે જીવ,
ઈશ્વરની તાકાત અલગ છે.
આ સહેવાશે માણસથી કેમ!
આ વખતે આઘાત અલગ છે.
ઈશ્વર પણ રડશે જોઈને,
ઘાતોની આયાત અલગ છે.
*કાજલ કાંજિયા 'ફિઝા'*