નજર અમૃતા વરસી ,જો સંગીન છે,
ત્યાં નજારો પછીનો, જો રંગીન છે.
કેફિયતમાં ડૂબી , જાઓ યારો તમે,
જીવ ભાવે જ , જોતા લાગે દીન છે.
કલ્પનાની ત્યાં ,પાંખો કાપી લીધી છે,
હાજરા હજૂર , દ્રશ્યોમાં લવલીન છે.
વાદળી જો ધરાતલ ,પર વરસી પછી,
ઝરણ કેવાં અમૃતમય ,જો તલ્લીન છે
ઝાંઝવાની અહીં તમન્ના ,ત્યાગી જ દઈ,
બોધ સાચો મળે , આનંદ માં લીન છે.
-મોહનભાઈ આનંદ