🙏
*" જ્ઞાન ગરીબી સંતની સેવા*
*પ્રેમ ભક્તિનો સંગ હવે પાળુ "*
પૂજ્ય જીવણ સાહેબ આપણને સમજની બહુ મોટી વાત કરે છે શાસ્ત્રોમાં તો જ્ઞાન પડ્યુજ છે પરંતુ જો તેની સમજ ન હોય તો તે અર્થ વિહીન છે અને આ સમજ સદગુરુ થકી જ આવે છે
સમજ આવે તો માણસ ગરીબીના ભાવથી જીવે છે આ ગરીબાઈ એ અહંકારને છોડવા તરફનો ઈશારો છે સાથે સાથે સંતની સેવા સંતસેવા દરેક જ્ઞાની કરે જ છે તેનાથી અહંકાર ઓછો થાય છે સાનિધ્યમાં રહેવાથી માર્ગદર્શન પણ મળતું રહે છે તે પણ સતત
પ્રેમ ભક્તિ
પરમાત્માના પ્રેમને કારણે આ જગત છે જે પરમાત્મા થી ઉતપન્ન થયેલ છે તેના પ્રત્યે પ્રેમ જરૂરી છે
જ્યા સુધી આપણામાં વાસ્તવિક પ્રેમ પ્રગટ નથી થતો ત્યાં સુધી ભક્તિ થઈ નથી શકતી
જગત પ્રત્યેનો પ્રેમ આપણને સ્વંયભુ ના પ્રેમમાં ડુબાળે છે અને સ્વંયનો પ્રેમ આપણને સાધનામાં લિનતા આપે છે
સાહેબ કહે છે પ્રેમ !, ભક્તિનો ! સદા સંગ અને આ સદા સંગથી જ પ્રેમમય બનાય છે અને આખરે એ રીતે સાચા પ્રેમીની ...પરમાત્માની ...અનુભુતી થાય છે..
👏🏻