શીર્ષક:....રહે
રચના: મૌલિક
સૌને હવે રોજગાર મળે,
કોઈ ના હવે બેકાર રહે.
સમયે સમયે સંવાદ બને,
પછી ના કો' તકરાર રહે.
નીકળી જવાય સમયે રસ્તે,
કંટકોની કદી ના દરકાર રહે.
હોય પ્રેમ અકબંધ જીવતરે ,
માંગ પછી કો' ના ધરાર રહે.
હો વિશ્વાસની વાત હમેંશા,
ખોટાં પછી કો' ના કરાર રહે
-નીલ