તમામ પિતાની લાડકીને આ રચના સમર્પિત..
દીકરી વિશે લખી લખીને, ય હું શું લખું દોસ્તો,
લખવા બેસું દીકરી વિશે તો આયખું ઓછુ પડે.
ગુણગાન તારા કેમ કરી ગાઉં હું મારો લાડકી?
ચિતરવા બેસું તને તો, મારા શબ્દો ઓછા પડે.
લાવી દ્યો તમે ભલે હજારો ફૂલડાઓની ફોરમ,
હોય આંગણે દીકરી તો એની સુગંધ ઓછી પડે.
ધન દૌલત ભલે હોય, તમારા ખોરડે લાખો કરોડની,
લક્ષ્મી-દીકરી ઘેર ના હો તો એની કિંમત ઓછી પડે.
છુ ભાગ્યશાળી કે લક્ષ્મીરુપી અવતરી મારા ખોરડે,
લખવા બેસું તારા વિશે તો મારા વિચારો ઓછા પડે.
H@B