આપ્યું છે જ અઢળક ફરિયાદ ન કર,
ખાલી ખોટો હવે કોઈ વિવાદ ન કર.
મેળવવા કશું સમસયર નીકળવું પડે ,
માટે જ જીવતરે હવે તો પ્રમાદ ન કર.
ખોટું હમેંશા ખોટું જ રહેતું હોય જગે,
મધ મીઠી ભાષામાં ખોટો સંવાદ ન કર.
આજ માણસ તો સાવ નકામો ઠર્યો છે,
નાહકની હવે તો કદી પણ દાદ ન કર.
તારી ક્ષમતા પ્રમાણે મળ્યું છે જ તને,
જીવ બાળી અમથો કોઇ વાદ ન કર.
"નીલ"