અટલજી નો અજીબ કિસ્સો...બાજપાઈ એ એવું વ્યક્તિત્વ જે બુજાઈ શકે જ નહિ..!
અટલ જી..! હંમેશા ‘યુવાન’ ‘ઉર્જાવાન’ આ નેતા જન્મથી જ નેતાની લાક્ષણીકતા ધરવાતા હતા...રણનીતિકાર હતાં..વિચારક હતાં..અને એથીય વધુ અદ્ભુત વ્યક્તિ હતાં..!
૧૯૬૫નો સમય હતો..૪૨ વર્ષના આ ઉર્જાવાન નેતાએ ચીનને વિચિત્ર જવાબ એક વિરોધપક્ષનાં નેતા તરીકે આપ્યો હતો જેની ચર્ચા વિદેશી મિડીયા એ પણ કરી હતી..અને ચીનની ચડ્ડી ભર શિયાળે ભીની થઇ હતી..!
અટલ વિપક્ષનાં નેતા તરીકે અદ્ભુત હતા એથી વધુ એ સફળ પ્રધાનમંત્રી હતા..! ૨૦૦૪માં ભારતના લોકો એ એમને ફરી ચુંટ્યા હોત તો કદાચ ચીન બોર્ડર નજીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર આજે ઉભું કરવાની નોબત નાં આવત..! અટલ હંમેશા વિચારતા કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગર ડેવલોપમેન્ટ શક્ય નથી...વાત ૧૯૬૫ પર આવીએ..!
૧૯૬૨નું ચીન સાથે યુદ્ધ હાર્યા પછી ભારતનો વિશ્વાસ ડગેલો અને ચીનનો વિશ્વાસ બુલંદ હતો..એ વચ્ચે ૧૯૬૫માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું...અને એ વખતે શાસ્ત્રીનાં નેતૃત્વમાં પાકિસ્તાનને ભારતે ભરપુર જવાબ આપેલો...એમાં ચીનનો મામલો ફરી સામે આવ્યો..ચીન જેટલો બેશરમ અને તુચ્છ દેશ પાકિસ્તાન સિવાય લગભગ કોઈ નથી..બંને તુચ્છ દેશો પાડોશી તરીકે મળ્યાં એ ભારતની કમનસીબી એમાંય ભારતના મોટા ભાગના નેતાઓ ચીનની ખુશામત કરવામાંથી ઊંચા નાં આવ્યા એ એનાથી પણ મોટી કમનસીબી..૧૯૬૨નું યુદ્ધ હાર્યા પછી..૧૯૬૫મા ચીનને વિસ્તારવાદી થવાનો ફરી ચસ્કો ચઢ્યો અને એમાં એણે એવું બહાનું આપ્યું કે ભારતની સેનાએ ચીનના ૮૦૦ ઘેંટા અને ૫૯ યાર્ક ચોર્યા છે..૧૯૬૫માં સિક્કિમ એ ભારતનો ભાગ ન હતું..પણ ભારતની ખુબ જ નજીક હતું..સિક્કિમ સીમા પર પણ એ વખતે ભારતની સેના રહેતી હતી..એ વખતે ચીન ભારતની સેના ને સિક્કિમનાં નાથુલા પાસ પરથી પાછું જતું રહેવાનું કહે છે..અને બહાનું શું આપે છે ? “ભારતની સેનાએ ૨ વર્ષ પહેલાં ચીનના ૮૦૦ ઘેંટા અને ૫૯ યાર્ક ચોર્યા છે” આવા મજાકિયા અને તુચ્છ બહાનોઓ આપી આપીને ચીન ભારતને દબાવતું હતું..એ વખતે વિપક્ષના નેતાઓ આજના વિપક્ષનાં નેતા જેવા ન હતા...એ વખતનાં વિપક્ષના નેતા દેશ માટે હંમેશા ઉપર વિચારતા અને વિપક્ષના થઇ પણ ચીનાઓને જવાબ આપતા...જ્યારે આજના વિપક્ષનાં નેતા સિક્રેટ મિટિંગ કર્યા પછી અને ફોટોઝ સામે આવ્યા છતાંય સ્વીકારતા નથી.. એ વખતે અટલજી એ ચીનાઓને જવાબ આપવા માટે દિલ્હીમાં જ ૮૦૦ ઘેટાંઓને તૈયાર કર્યા..! અને એ ઘેટાંઓને ટ્રકમાં લઈને દિલ્હી સ્થિત ચીનની એમ્બસી પહોંચ્યા...! અને અટલજી સાથે દિલ્હીની આમ જનતા પણ જોડાઈ અને એક મોટી યાત્રા ને આમ ભાષામાં નામ આપવામાં આવ્યું “भेंड़ लौटाओ यात्रा” એટલું જ નહિ અટલ એ એ ઘેટાંઓના ગળામાં બેનરો લટકાવ્યા હતા અને એ બેનરોમાં લખ્યું હતું “EAT ME BUT SAVE THE WORLD”
બાજપાઈની આ યાત્રા માત્ર ભારતમાં જ નહિ વિદેશી અખબારોમાં પણ જગ્યા પામી હતી અને ચીન દેશની આબરૂના ભરપુર ધજાગરા થયા હતા...અને આનાથી ચીનાઓ બાજપાઈ અને શાસ્ત્રી પ્રત્યે ગજબ રોષે ભરાયા હતા અને બની શકે એનો બદલો લેવાની કોશિશ ૧૯૬૭માં કરી હતી અને એમાં ચીનાઓને ભારતની સેનાએ ભરપુર ધૂળ ચટાડી હતી...!
આવા રચનાત્મક અને રણનીતિકાર હતા આપણા અટલ...! એટલે અટલ અમર છે..અને અમર છે અટલનાં અજીબ કિસ્સાઓ..! જય હો અટલ..!