શૂન્યે શબ્દો કણકણ હોય છે,
ને હયાતી , હણહણ હોય છે.
શીખવાનું તો, અહીં જ્ઞાન માં,
જીંદગીમાં ભણભણ હોય છે.
કર્મ લોકે ,અવતરણ ને પછી,
જો કમાણી ગણગણ હોય છે.
છે પરોક્ષમાં ,તર્કની તકરાર જો,
જ્ઞાન વિનાનું ,હણહણ, હોય છે
ત્યાં જો અપરોક્ષ ,અનુભૂતિ માં,
હા આનંદ માં ક્ષણક્ષણ હોય છે.
-મોહનભાઈ આનંદ