'શબદની સવારી' ભરત વાળાનું પંદરમું પુસ્તક ગઝલસંગ્રહ છે.નાથાલાલ ગોહિલ પ્રસ્તાવનામાં આ કવિનાં મૂળિયાં ભજન પરંપરા અને દલિત સંવેદનોમાં પડેલા હોવાનું માને છે. તો મહેન્દ્ર ઓધારીયાએ તેમની ગઝલમાં છન્દવૈવિધ્ય પ્રત્યે ધ્યાન દોર્યું છે. સંગ્રહમાં કુલ 102 રચનાઓ છે પાને પાને વિવિધતા પ્રગટે છે.
પહેલી જ ગઝલનો આ શેર ભાષા અને ભાવ બાબતે સ્પર્શી જાય
જિંદગી પોતે જ જ્યાં વાતાવરણ છે,
તું સમયને ફોલવાની વાત ના કર.
અહીં
ટૂંકી બહેરમાં મોટી વાત જુઓ.
વૈરાગ લાગ્યો હવે
શેતાન ભાગ્યો હવે
પરિવારપ્રેમની વાત જુઓ
પ્રેમ છે એ જ માતા પિતા
આપ જ્યોતિ વિશે શું લખું ?
એક અહાલેખ જગવતી ગઝલનો શેર
રજોગુણ તમોગુણ રહે સંગ મારે
સતોગુણ વિચારી શબદને મળું છું
એક શેર આપણી દોડને જરા અટકાવે છે જુઓ
શ્વાસમાં શબ્દને ટાંકવા દોડી ગયા
નભ ધરા ને હવા આંબવા દોડી ગયા
કવિની કલમ સતત સાચા શબ્દની શોધમાં છે એટલે કહે છે
શબ્દ મળે જ્યારે
જન્મ ફળે ત્યારે.
"હું નામના મેળવવા નથી કરતો સર્જન
મનને મળે શાંતિ એટલે કરું છું કવન"
કવિના આ શબ્દોને રાધેશ્યામ શર્માએ પણ વધાવ્યા છે આપણેય વધાવીએ.સતત સર્જનરત આ કવિની સાધના અખન્ડ પ્રકાશીત રહે એ શુભકામના સેવીએ.
પ્રાપ્તિસ્થાન
ભાવનગર