Gujarati Quote in Motivational by Rajeshwari Deladia

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુમળા છોડને જેમ વાળીએ એમ વળે.

ખૂબ જ સુંદર વાક્ય મિત્રો.છોડ કુમળો હોય ત્યારે એને તમે જેમ વાળશો એમ વળી જશે.બાળકોના ઉછેર માટે આ વાક્ય ખૂબ જ મહત્વપૂર્ણ  છે.બાળ ઉછેરનુ મહત્વપૂર્ણ લક્ષણ છે બાળકોનો ઉછેર કરવો.બાળકોના ઉછેર માટે મહત્વનું છે બાળકોની વર્તણૂકનું નિરીક્ષણ કરવું.

હા મિત્રો બાળકોની વર્તણૂકનું નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.આખા દિવસ દરમિયાન બાળક શુ કરે છે એ જોવું ખૂબ જ મહત્વનું છો.જો આ નાની નાની બાબતોનું આપણે ધ્યાન ન રાખીએ તો એ નાની બાબત મોટા થતા ગુન્હાઓનુ સ્થાન લઈ લે છે.

જેમ કે બાળક ક્યારેય પણ કોઈની કોઈ પણ વસ્તુ ઘરે લાવે તો આપણી ફરજ છે કે આપણે બાળકને આવુ કરતા રોકવું.જો આપણે એ નાની બાબત માટે એને ટોકીશુ નહીં તો એ કાલે બીજી કોઈ મોટી વસ્તુ ઘરમાં લઈ આવશે અને આમ ધીરે ધીરે તેને ચોરી કરવાની આદત પડી જશે.એટલે આ અને આવી બીજી બાબતો પ્રત્યે બાળકોનું નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.

બે દિવસ પહેલા જ એક જગ્યા એ જોયું કે એક બાળક ટીકીટ લેવાની લાઈનમાં વચ્ચે ઘૂસી રહ્યુ હતુ.એ સમયે એનાં માતાપિતા એને આવુ કરતા રોકવાની જગ્યા એ એને આવુ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં હતાં.હવે વિચારો માતા પિતા નાં આવા વર્તનથી બાળક શુ શીખશે?

બાળપણથી બાળક ને સ્ત્રી પ્રત્યે સન્માનની ભાવના કેળવવાનું શીખવવું જોઈએ.આવુ કરવાથી અત્યારે જે ગુન્હાઓ થાય છે એ થતા અટકી જશે.આ માટે બાળક જ્યારે નાનું હોય ત્યારે જ ઘરમાં કે અન્ય જગ્યા એ છોકરીઓ પર હાથ ઉપાડતા હોય તો તેમને આવુ કરતા રોકવું જોઈએ.

જેટલુ  જરૂરી બાળક ને ઠપકો આપવો છે એટલું જ જરૂરી બાળકને સારા કાર્ય માટે સરાહના કરવી એ પણ છે.

એટલે જ કહ્યુ છે કે કુમળા છોડ ને જેમ વાળશો એમ વળશે.એટલે કે બાળકને પણ તમે જેવું અને જે શીખવશો એવું જ શીખશે.

Rajeshwari Deladia

Gujarati Motivational by Rajeshwari Deladia : 111629816
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now