ચાલો મન ભરી ને જીવી લઈએ
કાલ કોણે દીઠી છે...
જે છે એ આજ જ છે
કોઈક શું કહેશે ??
આ એક જ વિચાર થી
ન જાણે કેટલી ક્ષણોને
આપણે મન ભરીને જીવી નથી શકતા
વીતેલી ક્ષણો ફરીથી નહીં આવે
માટે જ કહું છું ને કે
ચાલો મન ભરી ને જીવી લઈએ... Bindu 🌺
સુખમાં તો સહુ કોઈ મળશે કે ભળશે
દુઃખમાં નહીં કોઈ સાથી કે સંગાથી
કેટલું સદ્નસીબ છે આપણું કે મળ્યું છે મનુષ્ય જીવન
ન એને વેડફીએ બસ મન ભરી ને જીવી લઈએ
તારી- મારી કરવા પાછળ સાને સમય ખર્ચીએ
ચાલો મન ભરી ને જીવી લઈએ
કાલ કોણે દીઠી છે..
મળ્યો છે મનુષ્ય અવસર રૂડો
તો કોઈ ની:સહાય ને થઈ એ મદદરૂપ
તારું મારું કરવા પાછળ સમય ગયો ખર્ચાઈ
ચાલો વિશ્વ-માનવ બની ને એકવાર જીવી લઈએ...
ચાલો મન ભરી ને જીવી લઈએ.. કાલ કોણે દીઠી છે?....બસ એમ જ
જય શ્રી કૃષ્ણ 🙏 ૦૬:૩૦ ૧૯/૧૨/૨૦