શબ્દની ખૂબસૂરતી,જો અસરદાર છે,
વાક્પટૂતા જોને , ખાસ્સી ધારદાર છે.
સીધી ઉતરી નયનથી ,જો કટારી એ,
મૌન માંહી છૂપો , ગંભીર એ વાર છે.
કેફિયતના જામ, ભરી જો સુરાહી થી,
તરબતર દિલ જોને , ત્યાં તાર તાર છે.
દૂર છે ના પાસ છે, જોને હયાતિ માં,
આપ ખૂદ મસ્તાની , કેવી ચમકદાર છે.
હક જતાવી હોશિયારી માં ગજબ પછી,
દિલ આનંદ અનુભૂતિ માંહી જ સાર છે.
-મોહનભાઈ આનંદ