Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકલો જાને..

સ્મશાન નો વૈરાગ્ય ફક્ત સ્મશાન સુધી.
જનાર સાથે ચાલે બધા સ્મશાન સુધી.
જનારની જગ્યા કદી પુરાતી નથી હોતી,
ખરું દુઃખ રહે ફકત અંગત સ્વજન સુધી.
ખરા સંબંધોનો પરિચય તો પછી થાય છે,
સગા સંબંધીઓ બધાજ આશ્વાસન સુધી.
મૃત્યુ તો નિશ્ચત છે અહીં બધાનું અનિલ,
સાથ નિભાવે હમસફર છેલ્લા શ્વાસ સુધી.
સ્વસ્થ શરીર તો લાંબુ આયુષ્ય સારું લાગે,
બીમારી માં ઘર ખાલી આખરી શ્વાસ સુધી.
બીમારી ઘરને અને ઘરનાને કોરી ખાય છે,
એક છૂટે બીજાને કરજો અંતિમ શ્વાસ સુધી.
*** *** *** *** *** ***

જનાર ની સાથે કોઈ જતું નથી.
જનાર ની યાદોને કોઈ ખોતું નથી.
સ્મરણોમાં સતત હાજર જ હોય,
આત્મિયજનોને કોઈ ખોતું નથી.
જીવન એવું જીવીને ગયા છે એ,
એટલે તો કોઈ એમને ભૂલતું નથી.
જીવન અને મૃત્યુ સનાતન સત્ય છે,
મૃત્યુને કેમ કદી કોઈ યાદ કરતું નથી.
અનિલ ભટ્ટ

Gujarati Poem by Anil Bhatt : 111629217
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now