વિશ્વાસ તારા પર મુક્યો છે ઈશ્વર તોડીશ નહીં,
આધાર બની હું આવ્યો તારે દ્વાર નિરાધાર કરીશ નહીં.
સ્વાર્થ મારો એટલો જ છે કે હું તને છોડીશ નહીં,
ભક્તોની લાજ તારા હાથમાં છે ઈશ્વર ,જેને તું રડાવીશ નહીં.
તારી મોહમાયા છોડી ભલે તારાથી દૂર થયા હોય,
એ પણ માનવ છે ભૂલ કરી હોય તો એમને તું રંજાડિશ નહીં.
એકમાં અનેક સ્વરૂપે તું સર્વત્ર આકારમાં વસ્યો છે,
ભક્તોની આસ્થાનો અસ્વીકાર કરી ઈશ્વર તું ભાગીશ નહીં.
-સ્મિત