ઝાંકળ શી જીંદગી !! — A poem 1 by me.
ખર્યુ પર્ણે શી પરંપરાએ જીંદગી આ ખરતી,
નિત્ય નવા છોગે છળી એ આખરે એ મરતી.
કોઈ ગણે,કે કોઈ અવગણે, ધોખો 'કો ધરે?,
સ્વકર્મે જ સંતૃપ્ત થજે, નહિતર ભૂખે મરે.
આવન-જાવન રસ્તો એક ઈશ્વરે સૌ બાલ,
વસુંધરા એ વસી એક ગૃહે, 'કાં ન વાગે તાલ.
જાતપાતના જંગે ચડ્યું છે, જીરવાય ન ઝેર,
ઝાકળ બિંદુ શી જીંદગી ને કાં તું બાંધે વેર ?.
અબોલ સૌ અળગા ને દોરંગી એ દારોમદાર,
કરોડો પ્રભુ બિરાજે જેમાં ભાંભરે ભારોભાર.
દર્દને દરકાર ક્યાં અહીં,દ્રવ્યે દોડા-દોડ દેતાં,
હિંસક પાછળ પીછો કરી, વન દર્શન 'કેતા.
રસાતાળ છે ધરા, સમીપે દૈદિપ્યમાન અંત,
બહુધા બાજી હાર્યો તું, તરછોડે તુંડે તંત !?
— Ramnik Chauhan