હરજી ભાઠી ની વાણી
🐴🐴🐴🐴🐴🐴
ભજન વીના મારી ભુખ નહીં ભાગે રે,હા હા હા
સ્મરણ વીના મારી તલપ ન જાય રામા,દોઢ,
એ જી અવર દેવ ને મેં નહીં યાચું રે,હા,હા,હા
સાચો સગો રે મારો રણુંજાનો રાય બાપા રે,
ભજન વીના,
અરે બાપજી મેં કુંડા મેરા સદગુરૂ સાચાં રે,હા,હા,હા,
જન્મ જન્મ ની કાંપે માયા જાળ રામા,ભજન વીના
એવું દુઃખ દારીદ્ર ટાળીને સુખ દેજો રે,હા,હા,હા,
સેવક તણા છો સદા રખવાળ રામા,ભજન વીના,
એ જી બની ઠની ને બાપા વાટે ને ઘાટે રે,હા,હા,હા,
પીરજી લ્યો ને સંભાળ રામા,ભજન વીના,
એ જી બાપજી પાંખ વીના પંખી કેમ કરી ઉડશે રે,હા,હા,હા,
જળ વીણ માછલીનાં કોણ હવાલ રામા, ભજન વીના,
એ જી હરિના ચરણે ભાઠી હરજી બોલ્યાં રે,હા,હા,હા,
પીર રામો મારો પ્રતિપાળ રામા,ભજન વીના,
⛳⛳⛳⛳⛳⛳
સંતોના ચરણોમાં વંદન 🙏👣🙏👣🙏👣