"જીવન રહસ્ય"
સમજાય છે કે કેવું જીવન હોવું જોઈએ ,
જરુરી છે કે વ્યક્તિત્વ સારું હોવું જોઈએ .
પહોંચી શકાય ભલે નહીં કોઈ ના મન સુધી ,
પરંતુ પ્રેમ દષ્ટિથી મન તરફ ગમન હોવું જોઈએ !
આવે છે કોઈ સુંદર વ્યક્તિત્વ ની સુવાસ ધરા પર ,
લાગે છે આસપાસ સગુણ વ્યક્તિ હોવું જોઈએ !
આઘા છતાયે પાસ દીસે છે ધરા અને ગગન ,
કહે છે ક્ષિતિજ આવું મિલન હોવું જોઈએ !
લખાયું નથી કાવ્ય છતાંય કલમ કા ન ઊપડે ?
નક્કી અહીં જ ક્યાંક એનુ સદન હોવું જોઈએ !
સમજાતું કેમ નથી જીવન રહસ્ય કોઈ ને ?
કાંતો એ સરળ અથવા ગહન હોવું જોઈએ !
દુનિયા યાદ કરે એવું જીવન હોવું જોઈએ ,
"દિનેશ"સમજો તમે કેવું જીવન હોવું જોઈએ !
મહેતા દિનેશ