મનોહર દાસ રચીત પદ...
.............................................
બહુનામી ગુરુ બાવદાસ બોલે.
દાસ મનોહર કહે અમારે મોલે.
સત ગુરુ મળે તો ખડકી ખોલે.
ગગન મંડળમાં જાકમ જોલે...
અગમ ખડકી અજંપા જાપ.
પાક્યા પુન્ય પ્રગટીયા આપ.
કટિયા કરમ ભરમ ને તાપ.
છૂટી ચોરાસી જપ્યા જાપ...
નામ નિરંતર નીવજ્ય નાથ.
હરીએ પકડ્યો જ્યારે હાથ.
કરતા ગુરુ અકરતા આપ.
સહુનો સર્જન કરતા બાપ...
વ્યાપી રહીયો રણુકાર રાગે.
ગગન મંડળમાં અનહદ ગાજે.
સૂન્ય મંડળમાં સતગુરૂ છાજે.
રોમ રોમમાં રામ બીરાજે...
ઘટો ઘટ બોલે બોલન હારો.
ચેતન ચેતીલયો આપુ ટાળો.
સોહું સ્વરૂપે પ્રગટ પ્યારો.
નેણે નીરખો નિરંતર નીયારો.
પ્રગટ પટમાં નિરંજન નિહારો...
સતગુરૂ શાન આપે સહારો..
અનુભવ કેરો આવે અણસારો.
છૂટે બંધન આવે ભવ આરો...
મનોહર નામ એક કિનારો.
સતગુરૂ વિના નહીં નિશતારો.
અવર નામ વસ્તુ વિસ્તારો.
મનોહર નામ બાવનથી બારો...
જો નર સમજે નિજ દિદારો.
સોહી ખેલે રૂપ રંગસે ન્યારો.
જન્મ મરણ ભય મટે જંજારો.
છૂટે ચોરાસી આવે ભવ આરો...
...........................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ.
સાહેબ બંદગી...