હું નું શાન ભાન ભૂલી તું બની ગયો છું,
હું મારી જાતનું શાન ભાન ભૂલી ગયો છું.
એકાકાર બની એક તારુંજ રટણ રહે,
હું સૃષ્ટિનું શાન ભાન ભૂલી ગયો છું.
નથી વિસરાતી તારી સ્મૃતિ માનસ પટ પરથી,
હું રાત દિવસનું શાન ભાન ભૂલી ગયો છું.
સૂરજમુખીની લીલીછમ વાડી લહેરાતી જોઈને,
હું તારા દર્શનનું શાન ભાન ભૂલી ગયો છું.
મારી વેદના દિનબદિન વધતીજ જાય છે,
હું વૈદ હકીમની દવા લેવાનું શાન ભાન ભૂલી ગયો છું.
છુપા દર્દનો ઈલાજ આ દુનિયામાં નથી, !?,
અઝીઝ તો શ્વાસ લેવાનું શાન ભાન ભૂલી ગયો છે.
ભાટી એન અઝીઝ
13/12/20