આ એ જ રસ્તો છે જ્યાંથી બધા પસાર થયા.
આ એ જ રસ્તો છે જ્યાં બધા હારોહાર થયા.
નથી કોઈ ભીડભાડ કે ગીરદી આ મારગમાં થતી,
આ એ જ રસ્તો છે જ્યાં સમાન વિચાર થયા.
બધાને નથી આવતો અનુકૂળ આ રસ્તો સર્વદા,
આ એ જ રસ્તો છે જ્યાંથી કેટલા ફરાર થયા.
વિટંબણાઓને અડચણો છે ઝાઝી તેથી શું થયું?
આ એ જ રસ્તો છે જ્યાંથી દૂર સરાસર થયા.
છે સત્ય, અહિંસા, પરોપકારને માનવતા મકસદ,
આ એ જ રસ્તો છે જ્યાં કેટલાય ઉજાગર થયા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.