અઢી અક્ષર કો મંત્ર પ્રથમ પ્રહલાદજીએ જાણ્યો
તારાદે અને રોહિદાસ રાજા હરિશ્ચંદ્રે વખાણ્યો !
પાંડવ પાંચ ભાઈ સતી દ્રૌપદીજીએ માણ્યો
બળી થયા બેહાલ તોય એણે પૂરો ન પરમાણ્યો !
ગોપીયુ થઈ ગુલતાન ન ગણ્યો એણે લાભ કે હાણો
મીરાં મનમાં મુસ્કાય ખડગ રાણાજીએ તાણ્યો !
ધ્રુવ અમરીશ અને પ્રહલાદે તપાસી જોયો આવા તંતને
દાસ સવો દીન સત કહે જાઉ બલિહારી આવા સંતને !