🙏🏻ગુણ ગવો તો ગુરૂ નામ ના રે.
બીજુ મિથ્યા ન બોલાય જો
નામ ને નામે ઘણો ફેર છે રે.
નામ કોને કહેવાય જો
ગુરૂ ગુરૂ મા ઘણો ફેર છે રે.
ગુરૂ કેમ કરી પરખાય જો
શિષ્ય શિષ્ય મા ઘણો ફેર છે રે.
શિષ્ય કેમ કરી વર્તાય જો
વચન વચનની કરે વાત રે.
વચન કોને કહેવાય જો
સુરત નુરત ની સાધના રે.
સુરત નુરત કેને કહેવાય જો
શબ્દ ની કાયમ વાત છે રે.
શબ્દ ના કેટલા પ્રકાર જો
મુળ શબ્દમાં પ્રકાશ પાડજો
તો અંતરમાં ઘણો આનંદ થાય