*શીર્ષક :-*જીવજે
*પ્રકાર :-*મૌલિક રચના
➖➖➖➖➖➖➖➖➖
આ નથી ને પેલું નથી કરીશ ના કદીયે,
છે તેમાં જિંદગીને મોજથી તું જીવજે.
ઇચ્છાઓ આમ તો રોજે ફાટી ફરે જ છે,
છતાં રાખીને સંતોષ તું હર પળ જીવજે.
પોતાનાં કાજે આખુંયે જગત જીવે છે,
ક્યારેક તો કોઈ બીજા માટે તું જીવજે.
દોડ તો આ દોડવાં જન્મયાં છે જ લોકો,
છતાંય બે પળની નિરાંત લઈ તું જીવજે.
ને મળે આ જગે જ્યારે જ્યારે પણ મોકો,
ચોક્કસપણે તું એક માણસ થઈ જીવજે.
➖➖➖➖➖➖➖➖➖
*નામ :-* નિલેશ બગથરિયા