Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસવા માટેનું એક કારણ જોઈએ;
"વિનોદ" કરવા ઉદાહરણ જોઈએ;

જીંદગી આમજ જીવી ને શું કરવું?
જવાબદારીનું થોડું ભારણ જોઈએ;

મથરાવટી થઈ ગઈ મેલી માણસની,
હુસ્નને છુપાવવા આવરણ જોઈએ;

મુશ્કેલી આવે છે દરેકના જીવન માં,
બસ સારું એવું નિવારણ જોઈએ;

કંટકો થી ભરેલો છે આ જીવન પથ,
મંઝિલે પહોંચવા તો છારણ જોઈએ;

છંદ દુહા પોકારે હરકોઇ આજકાલ,
ડાયરો જમાવવા તો ચારણ જોઈએ;

મૃત્યુ પછી તો તરી જાય લાશ પણ,
જીવતેજીવત તરવા તારણ જોઈએ;

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111624865
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now