Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રી મોહન પરમાર ની આ તેરમી નવલકથા છે.ચોથા લોક ડાઉન દરમિયાન તેઓશ્રીએ આ કોરોના કથા લખી છે.એક જાગૃત સર્જક સાંપ્રત પ્રવાહો માં કેવું સર્જન કરે છે.એનું આ ઉત્તમ ઉદાહરણ છે.આ કથા તેઓશ્રીએ કોરોનાને કારણે કાલ નિંદ્રા પામેલા જીવાત્માને અર્પણ કરી છે.
રાત પડખાં ફરી રહી છે ને દિવસ ચિત્કાર પાડી રહ્યો છે .વાક્યથી શરૂ થતી કથા એના ભાવકને સતત પકડી રાખે એમ પ્રવાહિત છે.અમદાવાદ નગરના કોરોના કાળ મા શા હાલ થયા છે.એની ઝુંપડપટ્ટી,ચાલી,પરપ્રાંતીય મજુરો, માધ્યમ વર્ગ,સોસાયટીઓ, પોશ વિસ્તાર...વગેરે વગેરે ની જીવની આ કપરા સંજોગોમાં કેવી હાલતમાં છે.એ જાણવા આ કથા વાંચવી પડે.કથા નાયક સોસાયટીમાં રહેછે.ધીમે ધીમે કોરોના સોસાયટી આસપાસ ભરડો લે છે.કથા નાયક વિચારશીલ છે.એ ઘડીક બહાર નીકળે છે જાણે...એ પ્રકારની ફેન્ટસી માં ભગવાન સાથે ભેટો થાય છે.એની જિજ્ઞાસા વધે છે.પણ ભગવાન સામે એ જાજા સવાલ કરી શકતો નથી.ભગવાન કહે ત્યાં જવાનું અને નગરના વિવિધ વિસ્તારનું વિડિયો શૂટિંગ કરી જોયા કરવાનું.ધંધા રોજગાર વિનાના ગરબોની હાલત જોઈ જાય તેમ નથી.એક ગરીબ સ્ત્રી મજબૂર થઈને જીવન ટકાવવા દેહ વિક્રય સુધી સરી પડે છે. તો માસ્ક,સેનિત્રાઇજર,સાબુથી હાથ ધોવા,કપડાં બદલવા,ઘરમાં પણ સોશ્યલ દિષ્ટેન્સ...કોઈ કોઈ ના ત્યાં જઇ ના શકે.સતત મહામારી ના ઓથાર તળે જીવતું નગર...સોશ્યલ દિષ્ટેન્સ્માં જાણે બધાય સરખાં ! માણસને એની હયાતી ની સાચી ઓળખ આ કપરા કાળ માં કથાકારે બખૂબી આલેખી જાણી છે ખૂબ જ હળવી શૈલીમાં કથા પ્રવાહ સડસડાટ ચાલી રહ્યો છે.આ કઠોર વાસ્તવિકતા માણસને પરમ તત્વ ભણી નો અહેસાસ પણ કરાવે છે.પરપ્રાંતીય મજુરો ની હાલત દયાનિક છે. તો એક બીજા સાથે જીવતા લોકો ની હાલત પણ સરખી છે.કોણ કોને મદદ કરી શકે!છતાં માણસ ને માણસ પ્રત્યેનો ભાવ..એક બીજા માટે કશુંક કરવા પ્રેરે છે..ના કરી શકવાનો દારુણ પરિસ્થિતિ નું દુઃખ પણ છે.
કથાનાયક,તેના પિતા ,ડોકટર સુધાકર,નવનીતભાઈ જેવા પાત્રો કથા ને કપરા સમયમાં જીવવા પૂરક બને છે. તો સેવાને નામે પૈસા ચરી ખાનાર નેતાઓ ની પોલ પણ જાણી શકાય છે.તેમ છતાં જ્યારે જ્યારે કોઈ મહામારી કે કોઈ કોઈ મોટી હોનારત માથે ભિટકાય ત્યારે માનવી કેવી રીતે એનો સામનો કરે છેનું જીવન દર્શન પણ આ કથા દ્વારા પામી શકાય છે.
કદાચ આ સૌ પ્રથમ કોરોના કાળ ની નવલકથા છે..એક સમર્થ સર્જક સાંપ્રત પ્રવાહો માં કેવું સર્જન કરીને સાંપ્રત વૈશ્વિતા ને તાગે છે.એનું સબળ પાસુ આ નવલકથા થકી પામી શકાય છે.
શ્રી મોહન પરમાર હંમેશા સાંપ્રત પ્રવાહ ના સર્જક રહ્યા છે. આ પહેલાં એમની સંકટ નવલકથા પણ એનું ઉત્તમ ઉદાહરણ છે.સર્જકશ્રીને ખૂબ ખૂબ અભિનંદન...
*ઘરમાભાઈ શ્રીમાળીની એફ બી પરથી.*

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111624428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now