Gujarati Quote in Poem by Setu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દીકરીની ખુશીઓ સાથે,
પિયર આજે હરખી ઉઠ્યું,
પગરવ સૂણીને વર્ષો બાદ,
માટી પિયરની મહેકી ઉઠી!
દરેક ખૂણો હજીય તાજો,
દરેક વસ્તુનો હજીય એ જ સ્પર્શ,
વર્ષો થઈ ગયા એ દિવસોને,
છતાંય તાજગી અનુભવાય!
બાળપણની યાદો ને,
જુવાનીના ઉમરા ત્યાંના,
આજેય અડીખમ છે!
પિયરની અટક છૂટી,
માયા ઓછી થઈ,
છતાંય યાદોનું ઓજસ એ જ છે!
સંકેલી દરેક યાદોને,
ગાસડી આજે વાળી લીધી,
મનના ખૂણે વાતો સાથે,
યાદો સારી તાજા કરી!

-Setu

Gujarati Poem by Setu : 111623764
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now