હવે આપણે તો ઢળી જવું,એક ઢાળ જેવી'ય જીંદગી;
કડવી હશે તોય ચાલશે, એક ગાળ મીઠી'ય જીંદગી.
તું હરીય લે મુજ પ્રાણને,હક તો મેં દીધા છે પ્રિયે તને,
હવે ખોખલું ખરે જીવવું,ને મરણ તો માટી'ય જીંદગી.
ઝળ હળ થશે,પછી જ્યોતિ એ ,ને હદયમાં ટાઢક આપશે,
મળવું હતું ,એય દોહ્યલું, લય થાશે આખી'ય જીંદગી.
મટી ગઈ દિવાલ એ દેહની ,અનુભૂતિ સદા અપરોક્ષની ,
બરતરફ થઈ છે મનોલયે ,તુરિયા માં ટાળી'ય જીંદગી.
ન કદીય શબ્દ કળી શકે,મળી ચેતના જે હ્દય મહીં,
હરતરફ થઈ છે નૂરાની ત્યાં અનુભૂતિ ભાળી'ય જીંદગી.
-મોહનભાઈ આનંદ