Gujarati Quote in Poem by Hiren Manharlal Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જગ તાત ...

ખેડૂત છે જગ નો તાત
ના કરો એમને કોઇ ના મોહતાજ

કરો એમને જ્ઞાન થી સદ્ધર
આપો વાવણી નું માર્ગદર્શન

તમારા નકરા સ્વાર્થ માટે
ના કરો એમની ખોટી દોરવણી

તકલીફો નથી એમની ઓછી
છાશવારે કરે છે એ તો જીવ ટૂંકા એમના

વચેટિયા કરે મજા
જગતાત ની મહેનત ના

નસીબ માં આવવા દે નહી કાંઈ
લોટ ફાકવા ના આવે જગતાત ના વારા

ભારત બંધ થી નથી થવાનું એમનું ભલું
આવવા નું નથી કાંઈ હાથ માં જગતાત ના

કરો એવા પ્રયત્નો કે મળે જગતાત ને
એમની મહેનત ના ફળ મીઠાં

કરો કાર્ય એવા કે જીવી શકે જગતાત
જગત માં માથું અધ્ધર કરી સન્માન થી..

વિનંતિ છે મારી નેતાઓ ને કરો કાંઈક એવુ
કે ખેડૂત ને મળવું જોઈ વળતર વાવેતર નું

હિરેન વોરા
તા. 08/12/2020

Gujarati Poem by Hiren Manharlal Vora : 111622941
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now