🙏🏻
*માનવ નીતિ ધર્મ જે આચરે માનવ હૌય*
*નીતિ વિનાના નર પશુ જાય જિંદગી ખોય*
માનવ બનવુ ઍ મહાન કઠિન છે.સત્ય,ધર્મ અને નીતિનું આચરણ કરનાર ને જ માનવ કહેવાય.તે સિવાયના મનુષ્યો મનુષ્ય હોવા છતાય પશુ સમાન જ છે.કેમ કૅ તેઓ પશુ ની જેમ જ આહાર,નિંદ્રા,ભય,અને મૈથુન ઍ દૈહિક વિષયોમા જ મસ્ત હૌય છે.આ વિષયો પ્રાણી માત્ર ને સમાન હૌય છે.તેમા જરાપણ ફેર હોતો નથી.
મનુષ્ય જન્મ ની વિશેસતા ઍ છે કૅ ઍ ઇશ્વર ભજન કરી સર્વ બંધન માથી મુક્ત બની શકે છે.કેવળ મનુષ્ય માજ આ શ્રેષ્ઠ ગુણ છે.આવા અમુલ્ય અવશર નો લાભ પ્રાપ્ત થવા છતા પણ જેઓ આ અવસર ને એળે ગુમાવે છે તેઓ પશુ કરતા પણ હલ્કી કોટિ ના છે.
માટે ઇશ્વર સ્મરણ કરી ને બંધન રહિત બની પરમ પદની પ્રાપ્તિ કરી લો.આપણા જ્ગત માથી અનેક મોટા પુરુષો અચાનક ઉપડી ગયા છે.તેમની નામનિશાની પણ મળતી નથી માટે જ્યા સુધી આયુષ્ય છે ત્યા સુધીમા શુધ્ધિ મેળવી માનવ ધર્મ ને જાણી લેવો જોઇયે
( પુ.બળદેવ દાસ બાપા )
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻