Gujarati Quote in Motivational by Pravin..

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રૃંગાર રસ સાથે વીર રસ નું વર્ણન :

ચંદ્રને આકાશે મધ્યમાં પહોંચવું
પિયુનું ઓરડે આવવું

બારણાનું બીડાવું,
સાંકળનું ચડવું
નયનને નયનનું મળવું

બાજુબંધનું છૂટવું,
કાનસરનું સરવું
અળગી થયેલ વેણીનું રૂઠવું

અલંકારોનું ઉતરવું,
કેશનું ખુલવું
ધીરજનું ખુટવું

ઉતાવળે કમરબંધનું તુટવું,
ઈ મોતીનું ઉડવું
ઉડીને દિપનું બુજાવવું

અંધારાનું આવવું,
હૈયે-હૈયાનું મળવું
વીસેય આંગળીયુના ટાચકાનું ફૂટવું
તિવ્રતાથી આલિંગવું

ઈ વેળા બુંગીયા ઢોલનું વાગવું
ગાયુ બચાવવા ભાગવું,
વિજયનું વરવું

ફરી દિપનું પ્રકાશવું,
રક્તનું ટપકવું
ધાવ પર મહેંદીભર્યા હાથે મલમનું લાગવું

બે ખોળીયાને એક ઢડકલામાં ઢાંકવું
દિવડાનું આપ મેળે ઓલાવવું

'અનુહર્ષ ' બધાના નશીબમાં નથી હોતું
એકબીજામાં ઓગળવું...!!!

- અનિલ એસ. આહીર..

Gujarati Motivational by Pravin.. : 111622697
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now