કોણ કોને ઓળખે છે, અહીં રંગતમાં,
ખૂદને જ ક્યાં ઓળખે છે, સંગતમાં;
મતિ ને ગતિ મન છે જુદા છે જ અહીં,
સ્વાર્થ થી ઓળખે. છે, એ અંગત માં;
ભાવ ભૂલ્યો માનવી, ક્યાં લાગણી ખોઈ,
રંગ રાગી થઇ, ખુશી માને છે, જગત માં;
વીતે છે જો, સમયની ધારામાં બધુ યારો,
બેઠકો છે માયિક પદાર્થ ની, પંગત માં;
ખોઈ જાતને, પામવાની , ચાહ " આનંદ",
શ્વાસ લીધો ભીતરી છે, એ અનંત માં;
-મોહનભાઈ આનંદ