ખરી જાય પાન ક્યારેક પાનખર વગર;
તુટી જાય સંબંધ ક્યારેક કારણ વગર;
જવાબદારીઓ માં ખોવાયો છે માણસ,
જીવન નથી જીવાતું કોઈ ભારણ વગર;
મતલબી બની ગયા છે સબંધો હવે તો,
આપણા જ ફસાવે કોઈ મારણ વગર;
જીંદગીમાં આવે છે અણધારી મુશ્કેલી,
પ્રાર્થનાથી દૂર થાય એ નિવારણ વગર;
જરૂરી નથી કે તરવા માટે મરવું જ પડે,
સત્કર્મ તારે છે કોઈ પણ તારણ વગર;
નથી હોતાં કફન સૌના નસીબમાં "વિએમ"
ઘણા મરે છે દુનિયા માં આવરણ વગર;