Gujarati Quote in Poem by હેતલ ગોર 'હેત'

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસ્તી જિંદગીની આ કેવી દશા થઇ ગઇ!
કુદરતના કહેરની એક અસર થઇ ગઇ.

વિચાર્યું નહોતુ જિંદગી જ બદલી જશે!
માણસની જાત આજે દુ:ખી થઇ ગઇ.

આફતો આ કેવી આવી ગઇ!
જિંદગી જ પુરી અસ્તવ્યસ્ત થઇ ગઇ.

નાના માણસની રોજગારી છીનવાઈ ગઇ!
ને એક ટંક માટે ભુખની લાચારી વધી ગઇ.

હાહાકાર એવો તો વ્યાપી ગયો!
જીવનની ગાડી જ ઉભી રહી ગઇ.

છવાયો છે આવો ભીષણ માહોલ!
છતા ડરની બિક જ ઘટી ગઇ.

ગરીબ ટળવળે છે ખાવા માટે!
ને પ્રસંગોમાં લોકોની ભરમાર વધી ગઇ.

આજની પરિસ્થિતિમાં આ માણસજાત!
વિચાર્યા વગરનુ પગલુ ભરતી થઇ ગઇ.

-હેતલ ગોર

Gujarati Poem by હેતલ ગોર 'હેત' : 111621085
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now