🙏🏻
" तब लग खोजे चला जावै,जब लग मुरदा नही हाथ आवे,
जब खोज मरै तब घर करै,फिर खोज पकरी कै बेठ जावै।
आप मे आपको आप देखै,और कांही नही चित्त जावै,
यारी मूरदा हासिल हुआ,आगे को चलना क्या भावै।
યારી સાહેબ સત્યના ખોજિ ને ચેતવણી આપતા કહે છે કે સિધ્ધ્ં ની વાણી સાંભળી જોયા જાણ્યા વગર ખોજ બંધ કરીશ નહિ.જલદી એવુ માની ન લેવુ કે મારે ધ્યાન,સ્મરણ,પ્રાર્થના ની જરુર નથી.ભીતર અહંકાર મરી ન જાય ત્યા સુધી ધ્યાન પ્રેમના માર્ગે સતત સાવધ રહિ ને યાત્રા કરતા રહેવાનુ છે.
જ્યારે સાચી અનુભૂતિ પછી ખોજ બંધ થૈ જશે અને અસલ ઘર તને મળી જશે.પછી પોતાના સ્વરુપમાં શાન્ત બેસી જવાનુ છે.પોતાના મા પોતાનુ દર્શન કરી લેવાનુ છે.પછી ચીત્ત ભટક્તુ બંધ પડી જશે.ચીત્ત ચૈતન્ય સ્વરુપ બની જશે.હવે મુરદા સમાન બની ગ્યો.જેથી મનનું મૃત્યુ થયુ.
હવે મ્હાત્વાકાન્ક્ષા ના માર્ગે આગળ જવાનુ બંધ થયુ છે.આનંદ સાથે એકાકાર થયો છે.હવે પરમ પ્યારા પ્રભુ સાથે મિલન થયુ છે,જેથી આવા ગમન મટી ગયા.
👏🏻